Tuesday, December 9, 2008

^!~ તો બાકી શું વધશે? ~!^



















દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે?

પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે?


એક જ ચીજ બાકી રહી ગઇ છે સકળ જગતમાં

બ્રહ્માંડની પહોળાઇ માપી નાખશો તો બાકી શું વધશે?


આચ્છાદિત રહેવા દો એમને ગુમનામ રહેવા
દો
ભુતકાળને ઝાપટી નાખશો તો બાકી શું વધશે?

પહેલી જ વાર આવ્યા હોય બાદશાહ, બેગમ, ગુલામ

શ્વાસોના પત્તાને ચીપી નાખશો તો બાકી શું વધશે?


લેખકઃ- .....

No comments: