Tuesday, December 9, 2008

#~ખુદા તારી કસોટી~#



















ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી

એ શું કે રોજ તું જ કરે મારું પારખું

મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો

ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી


ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે
કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે

અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી


લેખકઃ- બેફામ

No comments: